Contact: +91-9711224068
International Journal of Applied Research
  • Multidisciplinary Journal
  • Printed Journal
  • Indexed Journal
  • Refereed Journal
  • Peer Reviewed Journal

ISSN Print: 2394-7500, ISSN Online: 2394-5869, CODEN: IJARPF

TCR (Google Scholar): 4.11, TCR (Crossref): 13, g-index: 90

Peer Reviewed Journal

Vol. 11, Issue 4, Part F (2025)

મનોરંજનાત્મક રમતો અને સંઘવ્યાયામની તાલીમ દ્વારા ચપળતા પર થતી અસરોનો અભ્યાસ

મનોરંજનાત્મક રમતો અને સંઘવ્યાયામની તાલીમ દ્વારા ચપળતા પર થતી અસરોનો અભ્યાસ

Author(s)
કિશનકુમાર મા. બાવળિયા, ડૉ. પ્રભુલાલ મો. કાસુન્દ્રા
Abstract
આ સંશોધન અભ્યાસનો હેતુ મનોરંજનાત્મક રમતો અને સંઘવ્યાયામની તાલીમ દ્વારા ચપળતા પર થતી અસરોનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધન અભ્યાસમાં શ્રી સરદાર પટેલ વિદ્યાલય હળવદના વિદ્યાર્થી ભાઈઓને વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 14 થી 17 વર્ષની ઉંમર ધરાવતા વિદ્યાર્થી ભાઈઓને યાદ્દચ્છિક પદ્ધતિથી વિષયપાત્રો તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈઓને પસંદ કરવામાં આવ્યા હતા. આ સંશોધન અભ્યાસમાં કુલ 90 વિદ્યાર્થી ભાઈઓને પસંદ કરવામાં આવ્યા હતા. જેમાંથી 30 વિદ્યાર્થીઓને મનોરંજનાત્મક તાલીમ જૂથ, 30 વિદ્યાર્થીઓને સંઘ વ્યાયામ તાલીમ જૂથ અને 30 વિદ્યાર્થીઓને નિયંત્રિત જૂથ એમ કુલ ત્રણ જૂથમાં વિભાજીત કરવામાં આવ્યા હતા. માપનના ધોરણમાં ચપળતાનું માપન શટલ રન ટેસ્ટ કસોટી દ્વારા કરવામાં આવ્યું હતું. સંઘ વ્યાયામ તાલીમ જૂથ અને મનોરંજનાત્મક તાલીમ જૂથ પર થતી અસરો જાણવા એક માર્ગીય વિચરણ સહવિચરણ પૃથક્કરણ (One Way Analysis of Covariance) કસોટી લાગુ પાડી મધ્યકો વચ્ચેના તફાવતોને Least Significant Difference Post Hoc કસોટી દ્વારા 0.05 કક્ષાએ સાર્થકતા ચકાસવામાં આવી હતી. જેનું તારણ આ પ્રમાણે જોવા મળ્યું હતું. પદ્ધત્તિસરના બાર (12) અઠવાડિયાના સંઘ વ્યાયામ તાલીમ અને મનોરંજનાત્મક તાલીમ કાર્યક્રમથી પસંદ થતા વિષયપાત્રોની ચપળતામાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો.
Pages: 419-422  |  36 Views  18 Downloads


International Journal of Applied Research
How to cite this article:
કિશનકુમાર મા. બાવળિયા, ડૉ. પ્રભુલાલ મો. કાસુન્દ્રા. મનોરંજનાત્મક રમતો અને સંઘવ્યાયામની તાલીમ દ્વારા ચપળતા પર થતી અસરોનો અભ્યાસ. Int J Appl Res 2025;11(4):419-422.
Call for book chapter
International Journal of Applied Research
Journals List Click Here Research Journals Research Journals